My Achievements

મારી સિદ્ધિઓ

On 1st May 2023 - Gujarat Day, Rupin received a prestigious Award of Gujarat namely "Gujarat Gaurav Ratna Award-2023" from Indian Council of Social Welfare and KPF.

ગુજરાત સ્થાપના દિને રૂપીનને ઇન્ડિયન કાઉન્સીલ ઓફ સોશીયલ વેલફેર અને KPF દ્વારા " ગુજરાત ગૌરવ રત્ન " એવોર્ડ 2023 થી નવાજવામાં આવ્યા હતા.

G-PEN and Lions Club of Sardar Market bestowed him "Dynamic Icon of Gujarat Award" in 2023.

G-PEN અને લાયસન્સ ક્લબ સરદાર માર્કેટ દ્વારા એમને " ડાઇનામીક આઇકોન ઓફ ગુજરાત " નો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.

His contribution bestowed him with a rare honour of ‘Samarth Gujarati’ and included his name among ‘Gujarat 100 Power List’ by Divya Bhaskar.

તેમના યોગદાનને કારણે તેમને 'સમર્થ ગુજરાતી'નું દુર્લભ સન્માન મળ્યું અને દિવ્ય ભાસ્કર દ્વારા 'ગુજરાત 100 પાવર લિસ્ટ'માં તેમનું નામ સામેલ કર્યું.

The Gujarat Prant of Sanskarbharti, a National Cultural Organization Awarded ‘Sanskar Vibhushan Award 2018’ & ‘Sanskar Award 2018’ by the worthy hand of Hon’ble Governor of Gujarat Shri O. P. Kohliji, for his unprecedented contribution in filed of Drama.

સંસ્કારભારતીના ગુજરાત પ્રાંત, રાષ્ટ્રીય સાંસ્કૃતિક સંસ્થાએ નાટ્ય પ્રવૃત્તિના સંવર્ધન માટે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી ઓ.પી. કોહલીજીના વરદ હસ્તે 'સંસ્કાર વિભૂષણ એવોર્ડ 2018' અને 'સંસ્કાર એવોર્ડ 2018' એનાયત કરવામાં આવ્યો હતો.

Awarded the ‘Best Actor’ Award of ‘Gujarat State Nrutya Natya Academy’ in 1978.

1978માં 'ગુજરાત રાજ્ય નૃત્ય નાટ્ય અકાદમી'નો 'શ્રેષ્ઠ અભિનેતા' એવોર્ડ એનાયત.

Awarded the ‘Best Actor’ and ‘Best Director’ Awards by ‘South Gujarat University’ in 1973.

1973માં 'દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી' દ્વારા 'શ્રેષ્ઠ અભિનેતા' અને 'શ્રેષ્ઠ દિગ્દર્શક'ના પુરસ્કારો એનાયત કરાયા.

Awarded ‘Sanskar Samvardhak’ Award by Rashtriya Kala Kendra, Surat for his contribution in field of Education.

શિક્ષણ ક્ષેત્રે યોગદાન બદલ રાષ્ટ્રીય કલા કેન્દ્ર, સુરત દ્વારા 'સંસ્કાર સંવર્ધક' એવોર્ડ એનાયત.

Was selected as member of ‘Group Study Exchange Program of Rotary International’ and sent to U.S.A. by Rotary International in the Year 1984.

રોટરી ઈન્ટરનેશનલના ગ્રુપ સ્ટડી એક્સચેન્જ પ્રોગ્રામના સભ્ય તરીકે પસંદગી પામ્યા અને વર્ષ 1984માં રોટરી ઈન્ટરનેશનલ દ્વારા યુએસએ મોકલવામાં આવ્યા..

Awarded ‘Senatorship’ by ‘Jaycees International’.

'જેસીસ ઇન્ટરનેશનલ' દ્વારા 'સેનેટરશિપ' એનાયત.

Awarded ‘Henry Gizembier Fellowship’ by ‘Indian Jaycees’.

'ઇન્ડિયન જેસીસ' દ્વારા 'હેનરી ગિઝેમ્બિયર ફેલોશિપ' એનાયત.

Other Information :

અન્ય માહિતી:

As a public worker and an effective & eloquent speaker, he motivated and inspired youth to evolve positively in their turn. For the benefit of next generation, he has written a book on public speaking, namely ‘Asarkarak Vakta Bano’ which is published by Sahitya Sangam. and he has also been an authoritative faculty for ‘Effective Public Speaking’. He has also written a book namely ‘Jivan Nu Satya’ based on Life Experience and ‘Mare Safal Thavu Chhe’ a motivational book which are also published by Sahitya Sangam. The Shree Krushna Charitable Trust has published his book namely "Be An Effective Orator".

એક જાહેર કાર્યકર અને અસરકારક અને છટાદાર વક્તા તરીકે, તેમણે યુવાનોને તેમના સકારાત્મક વિકાસ કરવા માટે પ્રેરણા આપી. આગામી પેઢીના લાભાર્થે, તેમણે જાહેર ભાષણ પર એક પુસ્તક લખ્યું છે, જેનું નામ છે 'અસરકાર વક્તા બનો' જે સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. અને તે 'અસરકારક પબ્લિક સ્પીકિંગ' માટે અધિકૃત ફેકલ્ટી પણ છે. તેમણે જીવનના અનુભવ પર આધારિત 'જીવન નુ સત્ય' નામનું પુસ્તક અને 'મારે સફળ થવુ છે' એક પ્રેરક પુસ્તક પણ લખ્યું છે જે સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટે તેમનું પુસ્તક "Be An Effective Orator" પ્રકાશિત કર્યું છે.

He contributed articles in daily papers on the various subject of Taxation, delivered lectures on various subject of Taxation under the auspices of various public organization.

તેમણે કરવેરાના વિવિધ વિષયો પર દૈનિક પેપરોમાં લેખો લખ્યા છે, વિવિધ જાહેર સંસ્થાના નેજા હેઠળ કરવેરા અંગેના વિવિધ વિષયો પર પ્રવચનો આપ્યા.