Rupin Patchigar by profession is a Chartered Accountant having B.Com., L.L.B., F.C.A. degree to his credit. He has been practicing in the field of auditing and taxation since last 46 years. He has professionally and successfully completed four decades in the field of his profession.
રૂપીન પચ્ચીગર વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને એઓશ્રી B.Com., LLB, FCA ડિગ્રી ધરાવે છે. તેઓ છેલ્લા 46 વર્ષથી ઓડિટિંગ અને ટેક્સેશનના ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરે છે. તેમણે તેમના વ્યવસાયના ક્ષેત્રમાં ચાર દાયકા વ્યવસાયિક અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
The Institute of Chartered Accountant of India a national body which awards the Chartered Accountant degree all over India has accorded him the office of the Vice Chairman of its western Region comprising of the States of Gujarat, Maharashtra, Goa and Union Territory of Diu & Daman. Due to his strenuous efforts CA Examination Centre was started and an office premises for Surat Branch was purchased.
ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા એક રાષ્ટ્રીય સંસ્થા કે જે સમગ્ર ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પદવી એનાયત કરે છે તેના ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણના પશ્ચિમ પ્રદેશના વાઇસ ચેરમેન ચૂંટાયા હતા. તેમના અથાગ પ્રયત્નોથી સુરતમાં CA પરીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું અને સુરત બ્રાન્ચ માટે ઓફિસની જગ્યા ખરીદવામાં આવી .
The Examination Centre for Chartered Accountant students had been started on representation of Rupin Patchigar. Before 1988 the students of C.A. had to go to Ahmedabad, Baroda and Mumbai for Examination. Mr. Patchigar had vehemently represented the case of Surat and ultimately the Institute of C.A. agreed to start Examination Centre at Surat for the benefit of South Gujarat Region. Now a days almost 20,000 students are appearing for the Examination.
રૂપીન પચ્ચીગરની રજૂઆત પર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું. 1988 પહેલા CAના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે અમદાવાદ, બરોડા અને મુંબઈ જવું પડતું હતું. શ્રી પચ્ચીગરે સુરતના કેસની ઉગ્ર રજૂઆત કરી હતી અને અંતે CA સંસ્થા દક્ષિણ ગુજરાત ક્ષેત્રના લાભાર્થે સુરત ખાતે પરીક્ષા કેન્દ્ર શરૂ કરવા સંમત થઈ હતી. લગભગ 20,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.
Similarly on the representation of Mr. Patchigar the Institute established office at Jaldarshan Apartment, 3rd Floor, Beside Old Court Office, Opp. Navdi Ovara, Nanpura, Surat. At present 4,000 member of C.A. Institute are taking advantage of the said premises.
તેવી જ રીતે શ્રી પચ્ચીગરની રજૂઆત પર સંસ્થાએ જલદર્શન એપાર્ટમેન્ટ, ત્રીજા માળે, જૂની કોર્ટ ઓફિસની બાજુમાં, ઓફિસની સ્થાપના કરી હતી.
ICAI Bhavan, a new building of CA Institute is constructed behind V. R. Mall, Dumas Road, Surat, Rupin was a member of Building Committee to construct ICAI Bhavan. His contribution in the Building Committee was remarkable. Due to his effective representation to Collector Shri Mahendrabhai Patel, a permission of construction was granted by collector office.
"ICAI ભવન", વી. આર. મોલની પાછળ, ડુમસ રોડ ના નવા બિલ્ડીંગ માટે પણ એક મકાન નિર્માણ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. તેના સભ્ય તરીકે એમનો સીંહ ફાળો રહ્યો. એમની ધારદાર રજૂઆતને પગલે તત્કાલીન ક્લેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલે મકાન બાંધકામની મંજૂરી આપી હતી.
He has served the Fiscal Law Committee of Chartered Accountant Institute, New Delhi as its member.
તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીની ફીસકલ લો કમીટીના સભ્ય તરીકે સેવા આપી છે .
At local level he has served as Chairman of Surat branch of ICAI.
સ્થાનિક સ્તરે તેમણે ICAIની સુરત શાખાના અધ્યક્ષ તરીકે સેવા આપી છે.
Vice-Chairman (1990-1992) : Western India Regional Council of the Institute of Chartered Accountants of India
વાઈસ-ચેરમેન (1990-1992): વેસ્ટર્ન ઇન્ડીયા રીજિઓનલ કાઉન્સીલ ઓફ ધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઑફ ઈન્ડિયા
Member (1986-1992) : Worked as a Regional Council Member of the Western India Regional Council of the Institute of Chartered Accountants of India
સભ્ય (1986-1992): વેસ્ટર્ન ઇન્ડીયા રીજિઓનલ કાઉન્સીલ ઓફ ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા સભ્ય તરીકે કામ કર્યું.
Chairman (1984-1985) : Surat Branch of WIRC of the Institute of Chartered Accountants of India
ચેરમેન (1984-1985): ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાની WIRCની સુરત શાખા
Ex – Member : Fiscal Law Committee of ICAI New Delhi
ભૂતપૂર્વ સભ્ય: ICAI નવી દિલ્હીની ફીસકલ લો કમીટી
Ex – Vice President: All Gujarat Federation of Tax Consultants
ભૂતપૂર્વ - ઉપપ્રમુખ: ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ