ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સી. એ. ઓફ ઇન્ડિયા

વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા શ્રી રૂપીન પચ્ચીગર, બી.કોમ. એલએલ.બી., એફ.સી.એ. ની ડીગ્રીઓ ઘરાવે છે. તેઓ ઓડીટીંગ અને ટેક્ષેશનના ફીલ્ડમાં પ્રેકટીસ કરે છે. તેમણે વ્યવસાયિકક્ષેત્રે સફળતાપૂર્વક ચાર દાયકા પૂર્ણ કર્યા છે. ઘી ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા, કે જે ભારતભરમાં સી.એ. ની ડીગ્રી આપે છે – તેણે શ્રી રૂપીન પચ્ચીગરને પોતાના વેસ્ટર્ન રીજીયનના વાઈસ ચેરમેન બનાવ્યા હતા. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને દીવ અને દમણના કેન્દ્રશાસિત પ્રદેશોનો વેસ્ટર્ન રીજીયનમાં સમાવેશ થાય છે. તેમના અથાક પ્રયત્નોના કારણે, સુરત મુકામે સી.એ. એકઝામીનેશન સેન્ટર તેમજ સુરત ખાતેની સી.એ. ની બ્રાંચ ઓફિસ શરૂ થઈ.

રૂપીન પચ્ચીગરની રજૂઆતને પગલે સુરતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાના સેન્ટરની શરૂઆત થઈ. ૧૯૮૮ પહેલાં સુરતના વિદ્યાર્થીઓએ અમદાવાદ, બરોડા, મુંબઈ જઈને  સી.એ. ની એકઝામ આપવી પડતી હતી. પરંતુ રૂપીન પચ્ચીગરે સી.એ. ઈન્સ્ટીટ્યુટના પ્રમુખને સુરતમાં પણ સી.એ. નું એકઝામીન સેન્ટર શરૂ કરવાની રજૂઆત કરી અને એને પગલે સુરતમાં સી,એ, એકઝામીનેશન સેન્ટરની શરૂઆત થઈ. આથી સુરતના સી.એ. ના વિદ્યાર્થીઓને બહુ મોટો ફાયદો થયો. હાલના વર્ષોમાં આશરે ૨૦૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ આ એકઝામીનેશન સેન્ટરનો લાભ લઈ રહ્યા છે.

તેજ રીતે સુરતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફીસની સ્થાપનામાં પણ રૂપીન પચ્ચીગરનો સિંહફાળો રહ્યો છે. એમની રજૂઆતને પગલે જલદર્શન એપાર્ટમેન્ટ, ત્રીજો માળ, જુની કોર્ટ ઓફીસની બાજુમાં, નાવડી ઓવારાની સામે, સી.એ. ઈન્સ્ટીટ્યુટ દ્વારા ઓફીસ લેવામાં આવી. આજની તારીખમાં આશરે ૪૦૦૦ જેટલાં સી.એ. સુરત શહેરમાં કાર્યરત છે.

તેઓએ ફીસકલ લો કમિટિ ઓફ ઘી ઈન્સ્ટીટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડીયા ન્યુ દિલ્હીના મેમ્બર તરીકે સેવા આપી છે.

સ્થાનિક કક્ષાએ તેમણે ICAI ની સુરત બ્રાંચના ચેરમેન તરીકે સેવા આપી છે.

Total Page Visits: 246 - Today Page Visits: 1