પ્રમુખ – ધી સાઉધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી – SGCCI

ઘી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ તરીકે શ્રી રૂપીન પચ્ચીગરે કોમર્સ અને ઈન્ડસ્ટ્રીના ક્ષેત્રે રાજ્ય તેમજ રાષ્ટ્રીય સ્તરના અગણિત પ્રશ્નો, ગુંચવણો તેમજ મુશ્કેલીઓને, ધારદાર રીતે રજૂ કરવાની આવડતથી રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ વ્યવસ્થિત રીતે રજૂ કરી પ્રશ્નોને ઉકેલી આપવામાં સિંહફાળો આપ્યો છે.

એમના કાર્યકાળ દરમ્યાન પહેલીવાર ચેમ્બરનું ડેલીગેશન દિલ્હી ખાતે ભારતના નાણાપ્રધાનને બજેટની રજૂઆત માટે ગયું હતું. તે સમયના નાણાંપ્રધાન ડૉ. મનમોહનસિંહને એકસાઈઝ અને ઈન્કમ ટેક્ષને લગતા પ્રશ્નોની રજૂઆત કરી અને એમની રજૂઆતને પગલે તે વર્ષે બજેટમાં નાણાંપ્રધાને યાર્ન પરની એકસાઈઝ ડયુટી ઘટાડી હતી.

એમના વર્ષ દરમ્યાન ચાર એકઝીબીશન થયા, યાર્નમેળા, ફાયનાન્સ મેળા, ‘ઓલ્ટરનેટ એનર્જી’ એકઝીબીશન અને ‘એડ પ્રો એકઝીબીશન. ‘ઓલ્ટરનેટ એનર્જી’ ના એકઝીબીશનમાં પવન ચક્કીના મોડેલ મૂકી પહેલીવાર સુરતની જનતાને પવનચક્કી દ્વારા વીજળી પેદા કરવાનો પરિચય કરાવ્યો. ‘એડ પ્રો’ એકઝીબીશનમાં સુરતના વેપાર ઉદ્યોગને ભારતના તખ્તા  પર  મૂકવાનો પ્રયત્ન

થયો અને તેમા ઝી ટીવીના ચેરમેન સુભાષચંદ્ર અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ ડાયરેકટર બાસુ ભટ્ટાચાર્ય પણ ચેમ્બરના મહેમાન બન્યા હતાં.   ચેમ્બર પ્રમુખ તરીકે ભારત સરકારના ડેલીગેશનના ભાગરૂપે તે સમયના કોમર્સ મીનીસ્ટર પી. ચીદમ્બરમના નેતૃત્વમાં “ઈઝરાયલ” જવાની તક મળી.

શ્રી રૂપીન પચ્ચીગરે પ્રમુખ તરીકે પોતાના એક વર્ષના સમયગાળામાં કોમર્સ અને ઈન્ડસ્ટ્રીને લગતા વિવિઘ ૨૩૩ જેટલા પ્રોગ્રામોનું સફળ આયોજન અને સંચાલન કર્યુ હતું. એમના સમયગાળામાં લગભગ ૮૯ જેટલા સ્ટેટ અને નેશનલ લેવલના મહાનુભાવો તેમજ વી.વી.આઈ.પી.ઓ એ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરતની મુલાકાત લીઘી અને શ્રી રૂપીન પચ્ચીગરના સક્ષમ અને સુપેરૂ નેતૃત્વ હેઠળ સંસ્થા દ્વારા કરાયેલ કાર્યો તેમજ સંસ્થાના આગવા યોગદાનની સરાહના કરી છે.

Total Page Visits: 260 - Today Page Visits: 1