19 th National Webinar

Respected,
19 th National Webinar
Topic: “ Scheme for unreserved category by Gujarat government”

Speaker : Shri Rupin Patchigar
Director, Gujarat Unreserved Educational and Economic development corporation, Gujarat Government.

Mode of Communication:Gujarati

Date :04/08/2020, Tuesday

Time : 11.00 am to 12.30 pm

Place : GOOGLE MEET
Live stream on Youtube, Facebook,Instagram,&Twitter, Kindly Search Amroli College on above

Registration Link: https://bit.ly/acswebinarr
Amroli College Parivar

06 – 05 – 2020 – યઝદી ભાઈ વેબિનાર

સુરત. Vartmannews.com
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ગઇકાલે સાંજે ૬:૦૦ કલાકે ‘લોકલાડીલા નાટયવિદ્‌ શ્રી યઝદીભાઇ કરંજીયા પર તહોમતનામું’વિષય ઉપર વેબીનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં જાણીતા નાટ્‌યકાર સીએ રૂપીન પચ્ચીગરે સન્માનનીય કલાકાર નાટ્‌યવિદ્‌ શ્રી યઝદીભાઇ કરંજીયાને વર્ચ્યુઅલ કોર્ટમાં રજૂ કરી તેમની ઉપર તહોમતનામું મુકી આરોપ લગાવ્યા હતા. શ્રી યઝદીભાઇ કરંજીયાએ તેમના ઉપર મુકવામાં આવેલા આરોપોનું ખંડન કર્યુ હતુ અને ન્યાયમૂર્તિની ભૂમિકામાં જાણીતા નાટ્‌યકાર

શ્રી વસંત ઘાસવાલાએ તેમને જીવનભર નાટકો કરીને લોકોને હસાવતો રહો તેમ કહીને તમામ આરોપોમાંથી બરી કર્યા હતા. ચેમ્બર તરફથી શ્રી યઝદીભાઇ કરંજીયાને સન્માનપત્ર પણ આપવામાં આવ્યુ હતુ.

ચેમ્બરના પ્રમુખ શ્રી કેતન દેસાઇએ સુરતનું ગૌરવ અને વડીલ એવા શ્રી યઝદીભાઇ કરંજીયાનું શાબ્દીક અભિવાદન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, યઝદીભાઇને પદ્‌મશ્રી એનાયત થયો ત્યારથી તેમને સન્માનવાનું ચેમ્બર દ્વારા વિચારવામાં આવ્યુ હતુ. એના માટે સુરતમાં કમિટીઓ બની હતી અને ઘણી મિટીંગો ચેમ્બરમાં પણ થઇ હતી. હાલ લોકડાઉનમાં લોકો થોડા નર્વસ થયા છે ત્યારે શ્રી યઝદીભાઇ તેમની લાક્ષણિક શૈલીથી બધાને મોટીવેટ કરશે.

નાટ્‌યકાર, સીએ તેમજ ચેમ્બરના ભુતપુર્વ પ્રમુખ શ્રી રૂપીન પચ્ચીગરે શ્રી યઝદીભાઇ કરંજીયાનો વિસ્તૃતપણે પરીચય આપ્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, શ્રી યઝદીભાઇ નૌશીરવાન કરંજીયાએ ટાઇપ રાઇટર ઇન્સ્ટ્રકટર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે શિક્ષક તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી અને સમાજોપયોગી થવા માટે નાટકોમાં કામ કર્યુ હતુ. નાટકોમાં સ્ત્રી પાત્ર કરવાનું તેમણે ઘણું જ ગમે છે. તેમણે યઝદી કરંજીયા ગૃપ નામની સંસ્થા ઉભી કરી હતી અને પારસી નાટકોનો સીલસિલો શરૂ કર્યો હતો. સમાજને મદદરૂપ થઇ શકાય એવા ઉમદા હેતુથી તેમણે દેશના ઘણા શહેરોમાં તો નાટકો કર્યા હતા.

તદુપરાંત તેમણે સિંગાપોર, યુકે, યુએસએ અને પાકિસ્તાન જઇને પણ નાટકો કરી ચેરીટી કરી હતી. ગૌરવ પુસ્કર એવોર્ડ, નેશનલ દિનકર એવોર્ડ વિગેરે એવોર્ડ મેળવી ચૂકેલા શ્રી યઝદીભાઇ ઉપર ગુજરાત સરકારે પ૦ મિનિટની ડોકયુમેન્ટરી બનાવી હતી. શ્રી મોરારી બાપુના હસ્તે તેમણે લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વર્ણિમ ગુજરાતમાં શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે તેમનું સન્માન કરાયુ હતુ.

શ્રી રૂપીન પચ્ચીગરે વેબીનાર થકી વર્ચ્યુઅલ કોર્ટમાં તેમના ઉપર નીચે મુજબના આરોપો લગાવ્યા હતા.

સવાલ : શિક્ષક બનવાનું કેમ પસંદ કર્યુ ?
જવાબ : હું એમ માનું છું ભગવાન દરેક વ્યકિતને એની ફરજ સોંપીને જ ધરતી પર મોકલે છે. તેથી તો સંત સમા પ્રખર શિક્ષક કરંજીયાના ત્યાં મારો જન્મ થયો. એટલે શિક્ષકના જીન્સ મારામાં પહેલાથી જ છે. ધીરે ધીરે પપ્પાની સાથે શિક્ષક બનવાની ઇચ્છા પ્રબળ બની અને એ દિશામાં મે સારુ કામ કર્યુ.

સવાલ : જીવનનો યાદગાર પ્રસંગ ?
જવાબ : નાટક માટે યુરોપ ગયા હતા ત્યાં સ્કોટલેન્ડની અંદર ઇન્ટરવલમાં આયોજક આવ્યા અને જણાવ્યું કે એક મહિલા તમને મળવા માંગે છે. મહિલાએ અભિનંદન આપ્યા અને કહયું કે તેઓ બીલ ક્‌લીન્ટનના સેક્રેટરી છે. આ સેક્રેટરી મહિલા મારી વિદ્યાર્થીનિ નીકળી.

સવાલ : ગંભીર વિષયને પણ કેમ હળવાશથી લો છો ?
જવાબ : ગંભીર વિષયને હળવાશથી શીખવીએ તો એ પણ હળવાશ બની જાય છે એવુ હુ માનુ છુ. કલાસમાં હસતા અને હસાવતા તમામ વિષયો આ રીતે જ શીખવ્યા છે.

સવાલ : શોર્ટહેન્ડ શીખવવા માટે હાઇટને વધવાની ન દીધી ?
જવાબ : આ વાતની મને ખબર હોત તો મારી પત્નીને પણ શોર્ટહેન્ડ શીખવ્યુ હોત. કારણ કે એની હાઇટ મારાથી થોડી વધારે છે.

સવાલ : શિક્ષણ આપતા પહેલા પણ નાટક કરો છો ?
જવાબ : હું નાટક કરતા કરતા શિક્ષણ આપું છું. આંસુઓની કિંમત સમજે છે એટલે હસતા હસતા જે કામ થાય છે એ જ સફળ અને સર્વાંગી સુંદર થાય છે.

સવાલ : કેટલા વર્ષથી રંગભૂમિની સેવા કરો છો ?
જવાબ : હું શું રંગભૂમિની સેવા કરીશ પણ છેલ્લાં ૭પ વર્ષથી રંગભૂમિના ખોળે રમી રહયો છુ.

સવાલ : રંગમંચનો યાદગાર અનુભવ જણાવો.
જવાબ : ૧૯પ૮માં યુનિવર્સિટી ફેસ્ટીવલમાં ભાગ લીધો હતો. તે સમયે કે.પી. કોમર્સ કોલેજમાં નેશનલ ફેસ્ટીવલ થતા હતા અને પંદર દિવસ સુધી કાર્યક્રમો થતા હતા. વડાપ્રધાનથી લઇને મોટા રાજનેતા ફેસ્ટીવલ એટેન્ડ કરતા હતા. ભજવવામાં આવેલું ‘મુંગી સ્ત્રી’ નાટક સુરતમાં પ્રથમ આવ્યુ અને ઝોનલ કોમ્પીટીશન બાદ અમદાવાદમાં અમે ગયા હતા. શ્રી જયશંકર સુંદરી જજ હતા. આઠથી દસ નાટકો ભજવાયા હતા અને આ નાટક રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હીમાં ભજવવા માટે સિલેકટ થયુ હતુ.

સવાલ : સંસ્થાનું નામ યઝદી કરંજીયા ગૃપ નામ કેમ રાખ્યું ?
જવાબ : નામકરણ માટે કોઇ ફોઇબા ન હતા. મુંગી સ્ત્રી નાટક દિલ્હીમાં જયારે ભજવાયુ ત્યારે ત્રીજા ક્રમે આવ્યુ અને મને બેસ્ટ એકટરનો એવોર્ડ મળ્યો. ઓરીએન્ટ કલબના સભ્યોને નાટકો પસંદ આવ્યુ એટલે નાટક કરવા માટે અનુરોધ કર્યો. તે સમયે ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં યઝદી કરંજીયા ગૃપનું નાટક મોખરે રહયું તેવા સમાચાર પ્રસિદ્ધ થયા હતા. અટલે તે દિવસથી યઝદી કરંજીયા ગૃપ એમ નામ પડી ગયુ હતુ.

સવાલ : કેટલા નાટકો કર્યા હશે ?
જવાબ : નાટક મારો વ્યવસાય નહીં પણ મારું પેશન છે અને વ્યવસાય મારુ શિક્ષણ છે. સવારે છથી સાંજે સાડા સાત કલાક સુધી વિદ્યાર્થીઓને ભણાવતા હોઇએ. ત્યારબાદ રંગભૂમિ ઉપર નાટકો કરતા હતા. આશરે ર૦થી રપ નાટકો કર્યા હશે અને એકાંગી નાટકો ૩૭–૩૮ કર્યા છે. પરંતુ જુદા–જુદા નાટકોના પ્રયોગો પ૦૦થી વધારે થયા છે.

સવાલ : મુંગી સ્ત્રી માટે નાટક દિલ્હીનો અનુભવ કેવો રહયો ?
જવાબ : દિલ્હીમાં ૪૦ યુનિવર્સિટીના બે હજારથી વધારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ હતા. એક ટેન્ટમાં ચાર–પાંચ વિદ્યાર્થીઓ રહી શકે એવી યોજના હતી અને સાથે જ ભયંકર ઠંડી પણ હતી. મને ફીવર થઇ ગયુ હતુ એટલે ડોકટરે સુરત જવાની સલાહ આપી હતી. પરંતુ મારે નાટક કરવુ હતુ એટલે અંતે મારા જોખમે ત્યાં રોકાયો હતો. ફીવરને કારણે હાલત એટલી લથડી ગઇ હતી કે મને ખુરશી પર ઉંચકીને લઇ ગયા હતા અને સ્ટેજ પર પગ મુકતા જ હું ચમત્કારીક રીતે જાણે નટરાજ ભગવાનની કૃપાથી ફુલ સ્પીરીટ સાથે નાટક કરી શકયો હતો.

સવાલ : કોઇ નવુ નાટક વિચારો છો ?
જવાબ : કોરોના વાયરસે અમને વિચારતા કરી દીધા છે. અત્યાર સુધીના જે નાટકો કર્યા છે તેની નાની નાની બાબતો લઇને એકશન રીપ્લે કરીશું. આની બધી જવાબદારી મારા દિકરા અને દિકરીને સોંપી દીધી છે.

સવાલ : તમે હાસ્યનો આતંક ફેલાવો છો ?
જવાબ : કારણ કે એમાં કોઇનો જીવ જતો નથી પણ લોકોને જીવવા માટે નવી દિશા મળે છે. એનાથી કટુતા કે દુશ્મનાવટ નથી રહે.

સવાલ : રાજકપુરને કેમ કીસ કરી ?
જવાબ : કોઇક વ્યકિત આપણને બહુ જ ગમી જાય છે. પરંતુ મારુ તો સ્વપ્ન એમને મળવાનુ હતુ. સુરતમાં સંજીવકુમારનુ સન્માન કરવાનુ હતુ ત્યારે રાજકુમારની સામે નાટક ભજવવાનું મને કહેવામાં આવ્યુ એટલે મને તક મળી ગઇ હતી. રાજકપૂરજીને પણ નાટક ખૂબ જ ગમ્યુ હતુ.

સવાલ : કેટલી ચેરીટી કરી હશે ?
જવાબ : એમાં મારો એકલાનો ફાળો નથી. નાટકના તમામ કલાકારોએ જ ભોગ આપ્યો છે. રૂપિયા અઢીથી ત્રણ કરોડની ચેરીટી માટે ઇન્સ્ટ્રુમેન્ટલ બન્યા હતા. ધરતીકંપ અને પ્લેગ આવ્યો ત્યારે પણ જુદા–જુદા દેશોમાં નાટકો કર્યા હતા. ભૂકંપમાં કચ્છને મદદ કરવા માટે બેંગ્લોરમાં જલારામ બાપાના મંદિરની અંદર નાટક કર્યુ હતુ અને આયોજકોએ કપડા, અનાજ અને ટન્ટ વિગેરે કચ્છ મોકલી આપી હતી. પાકિસ્તાનમાં સિનિયર સિટીઝન માટે પાંચ દિવસ સુધી નાટક કર્યુ હતુ. એ બધા પૈસા પાકિસ્તાનમાં રેલને કારણે બગડેલી હાલતને સુધારવા માટે આપી દીધા હતા.

સવાલ : સાયકલ જ કેમ સ્કૂટર કેમ નથી ચલાવતા ?
જવાબ : પિતાજી પણ સાયકલ ચલાવતા હતા. એક વખત સ્કૂટર લઇને નીકળ્યો ત્યારે મારા ગુરુજી શ્રી જીવનલાલ લાપસીવાલાએ મને કહયુ કે સ્કૂટર મુકીને ચાલતો જા અથવા સાયકલ પર જા. સ્વીમીંગ માટે પણ એમને જ મને પ્રેરણા આપી હતી.

સવાલ : તમે કેમ કોઇ વિવાદમાં આવ્યા નથી ?
જવાબ : ભગવાનની કૃપા વગર એવુ ન થાય. જીવનમાં સદા હસતા રહેવુ અને બધાને હસતા રાખવા. પણ બધા હસતા ચહેરા સુખી નથી હોતા. મુસિબતો તો જીવનમાં આવતી જ હોય છે પણ એ બધાનો રસ્તો કાઢવાનો હોય છે. રસ્તો એને જ મળતો હોય છે જેનો ચહેરો હસતો હોય છે.

સવાલ : પદ્‌મશ્રી બદલ કેવી લાગણી અનુભવો છો ?
જવાબ : બાળક નાનુ કે મોટુ સારુ કામ કરે ત્યારે મમ્મી કેવી પીઠ થાપડે છે ત્યારે ભારત માતાએ મારી પીઠ થાપડી છે તો એ ખુશીનો કોઇ પાર નથી.

સવાલ : પત્ની સિવાય બીજી કઇ સ્ત્રી ગમે છે ?
જવાબ : પત્ની વીરા એ મારો બીજો પ્રેમ છે. મારો પહેલો પ્રેમ એ મારી મા છે.

સવાલ : કયા શહેરમાં જન્મ લેવાનુ ગમશે ?
જવાબ : ભગવાનને પ્રાર્થના કરુ છુ કે સુરતમાં જન્મ આપજો ફરી ફરી. સુરતે અદ્‌ભુત માન સન્માન આપ્યુ છુ. હું સુરતનો જ પુત્ર છુ.

સવાલ : લોકો માટેનો સંદેશો ? જવાબ : કિસી કી મુસ્કુરાહટો પે હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઉધાર, કિસી કે વાસતે હો તેરે દિલ મે પ્યાર, જીના ઇસી કા નામ હૈ….. સમય બધાને મળે છે જીવન બદલવા માટે પણ જીવન ફરીથી નથી મળતુ સમયને બદલવા માટે. એટલે હસતા રહો, જીતતા રહો અને કોરોના વાયરસને ડરાવતા રહો. બી ચિયરફૂલ, કીપ સ્માઇલીંગ.

ન્યાયમૂર્તિની ભૂમિકામાં જાણીતા નાટ્‌યકાર શ્રી વસંત ઘાસવાલાએ કોમેડી સિવાય સામાજિક ઉપદેશ ધરાવતા નાટકો પણ ભજવવા માટે શ્રી યઝદીભાઇને સૂચન કરી પદ્‌મશ્રીથી પદ્‌મ વિભુષણ સુધી પહોંચવાની શુભકામના આપી હતી તેમજ તેમના જવાબોને સાંભળીને તેમના ઉપરના તમામ આરોપોનું ખંડન કર્યુ હતુ.

આ વેબીનારમાં ચેમ્બરના ઇવેન્ટ્‌સ એન્ડ પ્રોગ્રામ્સ સેલના હેડ શ્રી મૃણાલ શુકલએ પ્રાસંગિક વિધી કરી હતી. અંતે રિપ્રેઝન્ટેશન સેલના કન્વીનર સીએ મિતિષ મોદીએ સર્વેનો આભાર માની વેબીનારનું સમાપન કર્યુ હતુ.