ચેરમેન – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ (મ્યુનસીપલ સ્કૂલ બોર્ડ), સુરત

જેને હસ્તક સુરતના પ્રાથમિક શિક્ષણની જવાબદારી છે, એવા સુરત મહાનગર પાલિકા સંચાલિત – નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકેના પાંચ વર્ષના તેમના કાર્યકાળમાં સુરતના પ્રાથમિક શિક્ષણે, નવા જ શિખરો સર કર્યા છે. આ કાર્ય સમય દરમ્યાન, એકસૂત્રતાની સાથે નિર્વિવાદ રહી, તેમણે ‘શિક્ષણના કુશળ વહીવટકાર’ તરીકે નામના મેળવી છે. સુરત મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ૨૭૦ શાળાઓ દ્વારા ૧,૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ પુરૂ પાડવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. આ શાળાઓમાં ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દુ, તેલુગુ, ઉડિયા અને અંગ્રેજી માદયમમાં શિક્ષણ આપવામાં આવે છે.

તેમના કાર્યકાળ દરમ્યાનની ઉપલબ્ઘિઓ તથા પ્રવૃત્તિઓ : 

  • તત્કાલીન માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્દ હસ્તે  સમિતિની  ૨૭૦ શાળાને એક સાથે નામ આપવામાં આવ્યા. એક સાથે ૨૭૦ નામ આપવાનો રેકોર્ડ પ્રસ્થાપિત થતાં લીમ્કા બુક ઓફ રેકોર્ડઝે, એની માર્ચ ૨૦૧૧ ની બુકમાં એ રાષ્ટ્રીય રેકોર્ડને સ્થાન આપ્યું. શાળાને સ્વતંત્ર સેનાનીઓ, સાહિત્યકારો, કલામર્મજ્ઞો, કલાકારો, સંતો, રાજનિતિજ્ઞોના નામ આપી, ૮૫ વર્ષથી ચાલતી શાળાઓને નંબરથી ઓળખવાની પ્રથાને નાબૂદ કરી.
  • અંગ્રેજી માઘ્યમમાં શિક્ષણ આપવાની શરૂઆત કરી.
  • પ્રાથમિક શાળાના શિક્ષકોને કોમ્પ્યુટરની જરૂરિયાત મુજબ અસરકારક અને પૂરતી ટ્રેનિંગ મળે, તે માટે નવા કોમ્પ્યુટર સેન્ટરની સ્થાપના થઈ. જેનું ઉદ્દઘાટન તત્કાલીન માનનીય શિક્ષણ પ્રઘાન શ્રીમતી આનંદીબેન પટેલ દ્વારા કરાયું.
  • આમ જનતાને નગર પ્રાથમિક શિક્ષણમાં રસ લેતા કરવા અને બીજી પ્રાઈવેટ શાળાઓમાં મળતી બઘી જ શક્ય સગવડો મ્યુનિસિપલ સ્કૂલને આપવાના શુભાશયથી તેમણે એક જનભાગીદારી નીતિ’ બનાવી અને જેના ભાગરૂપે ૨૭ મ્યુનિસિપલ શાળાઓ જુદાજુદા ટ્ર્સ્ટો દ્વારા દત્તક લેવાઈ, કે જેના દ્વારા કોમ્પ્યુટર લેબોરેટરી, લાઈબ્રેરી, બેન્ચો, બ્લેક બોર્ડ અને બીજા જરૂરી રમતગમત તેમજ શૈક્ષણિક સાઘનો વગેરેની મદદ આ શાળાઓને પૂરી પાડવામાં આવી.
  • ગણિત અને વિજ્ઞાનના વિષયોમાં વિદ્યાર્થીઓની અભિરૂચી કેળવવા તેમજ શિખવાનો ઉત્સાહ વઘારવાના આશયથી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા કેન્દ્રિય સ્તરે મેથ્સ એન્ડ સાયન્સ કલબ’ ની સ્થાપના કરવામાં આવી. તે અંતર્ગત જુદીજુદી પ્રાથમિક શાળાઓના વિવિઘ વિદ્યાર્થીઓએ ૨૦૨ જેટલા વૈજ્ઞાનિક પ્રોજેકટની ડીઝાઈન કરી, તેને ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં રજૂ કર્યા. આ પૈકી એક પ્રોજેકટની તો નેશનલ લેવલે (રાષ્ટ્રીય સ્તરે) પસંદગી થઈ એ હકીકત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના ઈતિહાસમાં એક યશકલગી સમાન છે.
  • નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈતિહાસમાં પ્રથમ વખત શાળાગીત-સ્કૂલ એન્થમની રચના થઈ.
  • મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું ત્રિમાસિક મેગેઝીન પ્રાથમિકન’ પ્રકાશિત કરાયું. પ્રાથમિકન’ નામ એમના દ્વારા આપવામાં આવ્યું.
  • ડૉ. સી. ઝેડ. શાહ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા થર્ડ પાર્ટી ઈકવીપમેન્ટ ઓડિટ કરાવી શાળાને આપવામાં આવતા સાઘનોનો ઉપયોગ થાય છે કે કેમ ? તેની તપાસણી કરાવડાવી.
  • શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શન તેમજ દિશાસૂચન માટેનો શિક્ષકો અને આચાર્યોનો તાલિમ શિબિર યોજાયો.
  • શાળાના વર્ગખંડો, સભાખંડો તેમજ રમતના મેદાનોના પૂરેપૂરા વપરાશ માટે ‘પ્રિમાઈસીસ યુટીલાઈઝેશન પોલિસી’ બનાવવામાં આવી.
Total Page Visits: 511 - Today Page Visits: 1