ભારતીય જનતા પાર્ટી

હાલમાં ગુજરાત રાજય સરકાર દ્વારા સેલ્ફ ફાયનાન્સ સ્કુલ ફી રેગ્યુલેટરી કમિટિ FRC માં સભ્ય તરીકે એમની નિમણૂંક કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની તમામ શાળાઓની ફી નિયત કરવાની જવાબદારી એમને સોંપવામાં આવી છે.

ગુજરાત રાજય સરકાર દ્વારા હાલમાં રૂપીન પચ્ચીગરની બિન અનામત વર્ગ આર્થિક અને શૈક્ષણિક વિકાસ નિગમ” ના ડીરેકટર તરીકેની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં એમણે બિન અનામત વર્ગ આર્થિક અને શૈક્ષણિક ઉત્થાન માટે કાર્ય કરવાનું છે.

એઓશ્રી હાલમાં ભારત વિકાસ પરિષદ સુરત ના ઉપપ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે.

વર્ષોથી બીજેપીના સક્રિય સભ્ય એવા શ્રી રૂપીન પચ્ચીગરે, સુરત મહાનગર પાલિકાની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ પાંચ વર્ષ સુઘી સુદીર્ધ સેવાઓ આપી છે.

 તેઓ સુરત શહેર ભાજપની કારોબારી સમિતિના સભ્ય પણ છે. આ ઉપરાંત બીજેપીના દરેક કાર્યક્રમો, મીટીંગો તેમજ એજન્ડામાં હંમેશા પક્ષના અદના કાર્યકર તરીકે ભાગ લઈ આગવુ તેમજ વિશિષ્ટ યોગદાન આપતાં આવ્યા છે. તદુઉપરાંત, વિવિઘ વર્તમાનપત્રો, તેમજ ટી.વી. વાર્તાલાપો દ્વારા બીજેપીની મુખ્ય વિચારધારાને સામાન્ય જન સુઘી પહોંચાડવાનું કાર્ય કરતાં રહયાં છે.

ગુજરાત સરકારના પાક્ષિક ‘ગુજરાત’ ના સબસ્ક્રીપ્શન પેટે ૫૧ લાખ રૂપિયા ભેગા કરવામાં તેઓ માધ્યમ રહયાં છે. ગુજરાત રાજ્યના તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીને ૫૧ દાતાઓ દ્વારા એક લાખના ચેક અર્પણ કરવાની વિઘિનો કાર્યક્રમ તેમના સક્ષમ નેતૃત્વ  હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.

આ ઉપરાંત તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ને તેમના ગૌવંશ સુરક્ષા માટેના અમૂલ્ય, ઉત્તમોત્તમ કાર્ય માટે સન્માનવાનો સરાહનીય કાર્યક્રમ પણ તેઓએ સફળતાપૂર્વક સૂપેરે પાર પાડયો હતો. આ કાર્યક્રમનો લાભ ૨ લાખથી પણ વઘુ માનવ મેદનીએ લીઘો હતો.

Total Page Visits: 452 - Today Page Visits: 3