રાષ્ટ્રીય કલા કેન્દ્ર – RKK

રૂપીન પચ્ચીગર છેલ્લાં ૪૫ વર્ષથી રાષ્ટ્રીય કલા કેન્દ્ર સંસ્થા સાથે જોડાયેલા છે. શરૂઆતના ૧૦ વર્ષમાં એમણે સંસ્થાના નેજા હેઠળ અભિનયના ઓજસ પાથર્યા. એમની નાટય કારર્કિદીના દાયકામાં એમણે ૧૩ જેટલાં ત્રિઅંકી નાટકો અને ૩૫ જેટલાં એકાંકી નાટકોમાં અભિનય આપ્યો અને નાટકોનું દિગ્દર્શન પણ સંભાળ્યું.

૧૯૭૩ માં સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ દ્વારા પ્રસ્તૃત ‘ઈશ્વર અલ્લાં તેરો નામ’ નાટકમાં એમણે ‘ઈશ્વર’ ની ભૂમિકા ભજવી. દક્ષિણ ગુજરાત યુનિવર્સસીટી યુથ ફેસટીવલમાં એમને ‘ઈશ્વર’ ના પાત્ર માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અને ‘ઈશ્વર અલ્લાં તેરો નામ’  નાટક માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

૧૯૭૮ માં રાષ્ટ્રીય કલા કેન્દ્ર પ્રસ્તૃત ‘રકત રંગી સૂર્યાસ્ત’ નાટકમાં ‘દારા શીકોઈ’ ની ભૂમિકા માટે ગુજરાત રાજ્ય બેસ્ટ એકટરનો એવોર્ડ, ગુજરાત રાજય નૃત્ય નાટય અકાદમી દ્વારા એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પણ એમને ગુજરાત રાજ્ય પ્રાંતિય નાટય સ્પર્ધામાં તેમજ દક્ષિણ ગુજરાત વિદ્યાર્થી સંધ દ્વારા આયોજીત નાટય સ્પર્ધામાં પણ અભિનયના અનેક ઈનામો પ્રાપ્ત થયા છે.

૧૯૮૦ થી ૧૯૯૭ સુઘી રૂપીન પચ્ચીગરે રાષ્ટ્રીય કલા કેન્દ્ર ના કોષાધ્યક્ષ તરીકેની ફરજ બજાવી અને સંસ્થાને સબળ નાણાંકીય સ્થિતિ અપાવી. ૧૯૯૮ થી રૂપીન પચ્ચીગર રાષ્ટ્રીય કલા કેન્દ્ર ના મહામંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. આ હોદ્દો સંસ્થાના સંચાલન માટે કી પોસ્ટ છે. અને એમના માર્ગદર્શન હેઠળ સંસ્થાએ છેલ્લાં ૨૦ વર્ષમાં અનેક નવી પ્રવૃત્તિઓ હાથ ધરી છે.

તેમના મહામંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન રાષ્ટ્રીય કલા કેન્દ્રએ નીચેની પ્રવૃત્તિઓ હાથ ધરી

કાવ્ય લેખન સ્પર્ધા :

 સુરત શહેરમાં પહેલીવાર પ્રાથમિક, માધ્યમિક અને કોલેજના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને પ્રાધ્યાપકોની કાવ્ય લેખન સ્પર્ધાનું આયોજન શહેર કક્ષાએ કરવામાં આવ્યું અને આ કાવ્ય લેખન સ્પર્ધામાં શહેરના ૪૫૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો દ્વારા પોતાની કાવ્ય કૃતિઓ રજૂ કરવામાં આવી. આમ શહેર કક્ષાની આ કાવ્ય લેખન સ્પર્ધા દ્વારા રૂપીન પચ્ચીગરે સાહિત્યક્ષેત્રે ખૂબ મોટું પ્રદાન કર્યુ.

સુરત શહેરમાં પહેલીવાર પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સુગમ સંગીતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં ૧૦૦ ઉપરાંત બાળકોએ ભાગ લીધો. સુગમ સંગીતની પ્રવૃત્તિને વેગ આપવાના હેતુથી એમણે એક દાતા શોધી કાઢયો અને તેથી હવે રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા પ્રા. પ્રદીપકુમાર દીક્ષીત સુગમ સંગીત સ્પર્ધા” નું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવશે.

શહેરમાં એકાંકી નાટયની પ્રવૃત્તિ ભૂલાતી જતી હતી. અને તેથી રૂપીન પચ્ચીગરે રાષ્ટ્રીય કલા કેન્દ્ર ના નેજા હેઠળ પ્રાથમિક શાળા વિભાગ અને માધ્યમિક શાળા વિભાગ હેઠળ એકાંકી નાટય સ્પર્ધાનું આયોજન ૨૦૧૭ માં પહેલી વાર કર્યુ. વિદ્યાર્થીઓમાં નાટયની પ્રવૃત્તિનિ વેગ મળે એવા હેતુથી બી. ડી. એન્ડ કંપની પુરસ્કૃત એકાંકી નાટય સ્પર્ધા” માં આશરે ૫૦૦૦૦ રૂપિયાના ઈનામો આપવામાં આવ્યા. આ એકાંકી નાટય સ્પર્ધાનું આયોજન જીવનભારતી મંડળની સહકારથી કરવામાં આવ્યું. ૨૦૧૮ માં ફેબ્રુઆરીની ૧૫ થી ૧૮ તારીખ સુઘી એકાંકી નાટય સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

રંગોળી સ્પર્ધા :

રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ દિવાળીના દિવસોમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રતિવર્ષ આશરે ૨૫ થી ૩૦ કલાકારો સ્પર્ધામાં ભાગ લે છે.

બાળ ચિત્રકળા સ્પર્ધા :

છેલ્લાં ૪૦ વર્ષથી રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા ૨૬ મી જાન્યુઆરીના દિવસે બાળ ચિત્રકળા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેમાં શહેરનાં ૩૦૦ જેટલાં બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ સ્પર્ધાંમાં ત્રણ વિભાગમાં યોજવામાં આવે છે. અને મહાનગર પાલિકાના સ્નેહમિલન ગાર્ડનમાં પર્યાવણની વચ્ચે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

સંગીત :

રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ સુગમ સંગીત અને શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમોનું આયોજન વર્ષમાં ત્રણ થી ચાર વાર કરવામાં આવે છે.

ગરબા :

રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા અનેક વાર દૂરદર્શન પર ગરબાની પ્રસ્તૃતી કરવામાં આવી છે. અને અનેક શહેર અને રાજય કક્ષાની ગરબા સ્પર્ધામાં ઈનામો પ્રાપ્ત થયાં છે.

સાહિત્ય :

રાષ્ટ્રીય કલા કેન્દ્રની સાહિત્ય સમિતિ દ્વારા “વાંચે ગુજરાત” ના નેજા હેઠળ પ્રતિમાસ એક પુસ્તકનું વિવેચન કરવામાં આવ્યુ હતુ. કવિ સંમેલનો અને સાહિત્ય ગોષ્ઠી રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું આગવુ અંગ રહ્યું છે.

રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષ એક ત્રિઅંકી નાટકની પ્રસ્તૃતી કરવામાં આવે છે. અને મહાનગર પાલિકા નાટય સ્પર્ધા તથા ગુજરાત રાજય નાટય અકાદમી દ્વરા આયોજીત નાટય સ્પર્ધામાં ભાગ લેવામાં આવે છે. અને સંસ્થાના નાટક અને કલાકારોને અનેક પારિતોષીકો પ્રાપ્ત થયાં છે.

સર્જકોનું સન્માન :

રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા વિવિધ કલા ક્ષેત્રે પ્રદાન કરનાર કલાકારોને પ્રતિવર્ષ ૧૧ જેટલાં એવોર્ડ આપવામાં આવે છે. કળાક્ષેત્રે કલાર્મજ્ઞ પારિતોષીક, ઈત્તર પ્રવૃત્તિ માટે સંસ્કાર સર્વધક પારિતોષીક આ ઉપરાંત ચિત્રકળાક્ષેત્રે, ગરબાક્ષેત્રે, અભિનયક્ષેત્રે, નાટયકળાક્ષેત્રે, નૃત્યકળાક્ષેત્રે, સંગીતક્ષેત્રે, નૈપથ્યક્ષેત્રે, શ્રેષ્ઠ બાળ કળાક્ષેત્રે, સાહિત્યક્ષેત્રે અને ફોટોગ્રાફી ક્ષેત્રે પણ  વિવિધ કલાકારોનુ સન્માન કરી સમાજમાં એમનુ ગૌરવ વધારવાનું કાર્ય રાષ્ટ્રીય કલા કેન્દ્ર વર્ષોથી કરી રહી છે.

Total Page Visits: 546 - Today Page Visits: 3