સિદ્ધિઓ

  • વિવિઘ ક્ષેત્રોના તેમના યોગદાન બદલ દુર્લભ એવો ‘સમર્થ ગુજરાતી’ નો ખિતાબ એમને દિવ્યભાસ્કર દૈનિક દ્વારા એનાયત કરવામાં આવ્યો. દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવેલ પુસ્તક ‘ગુજરાત ૧૦૦ પાવર’ ની યાદીમાં તેમનો સમાવેશ કરાયો.
  • ગુજરાત રાજ્યના રાજયપાલ મા. શ્રી. ઓ. પી. કોહલીજી ના વરદ્દ હસ્તે સંસ્કારભારતી રાષ્ટ્રીય સંસ્થાના, ગુજરાત પ્રાંત દ્વારા એમના નાટયક્ષેત્રના વિશિષ્ટ પ્રદાન બદલ ‘સંસ્કાર વિભૂષણ એવોર્ડ ૨૦૧૮’ અને ‘સંસ્કાર એવોર્ડ ૨૦૧૮’ થી સન્માનિત કરવામા% આવ્યા.
  • ગુજરાત રાજ્ય નૃત્ય નાટય એકેડેમી દ્વારા ૧૯૭૮ માં એમને ‘Best Actor’ એવોર્ડ થી નવાજવામાં આવ્યા.
  • ૧૯૭૩ માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શ્રેષ્ઠ અભિનેતા – બેસ્ટ એકટર અને શ્રેષ્ઠ દિગ્દર્શક – બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળ્યો.
  • ૧૯૮૪ માં રોટરી ઈન્ટરનેશનલ દ્વારા ‘ગ્રુપ સ્ટડી એક્ષચેઈન્જ પ્રોગ્રામ’ હેઠળ તેમનું સીલેકશન થયું. જે અંતર્ગત તેમને U.S.A. મોકલવામાં આવ્યા.
  • જેસીસ ઈન્ટરનેશનલ દ્વારા ‘સેનેટરશીપ’ એનાયત કરવામાં આવી.
  • ઈન્ડીયન જેસીસ દ્વારા ‘હેનરી ગીઝેમ્બીર ફેલોશીપ’ એનાયત કરવામાં આવી.
  • શિક્ષણક્ષેત્રે એમના અનેરા પ્રદાન બદલ એમને રાષ્ટ્રીય કલા કેન્દ્ર પુરસ્કૃત ‘સંસ્કાર સંવર્ધક’ એવોર્ડ થી નવાજવામાં આવ્યા.
  • એમના લખેલા ત્રણ પુસ્તકો ‘અસરકારક વકતા બનો’, ‘જીવન નું સત્ય’ અને ‘મારે સફળ થવું છે’ સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત કર્યુ.
  • શ્રી કૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા "Be An Effective Orator" પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું.
  • તેઓના વિવિઘ દૈનિક પત્રોમાં ટેક્ષેશનના વિવિઘ વિષયો પર લેખો પ્રકાશિત થયા છે.
  • આ ઉપરાંત ટેક્ષેશન તેમજ અન્ય વિષયો પરના વકતવ્ય દ્વારા તેઓ પોતાના વિશેષ જ્ઞાનનો લાભ અનેક નામાંકિત સંસ્થાઓને આપતાં રહયાં છે.
Total Page Visits: 10 - Today Page Visits: 0