મારા વિષે

૧૫૦ થી ય અઘિક વર્ષો અને પાંચથી ય વઘુ પેઢીથી જેમનું કુટુંબ સુરત શહેરની અવિરત સેવા કરતુ આવ્યું છે એવા, શ્રી રૂપીન પચ્ચીગર મૂળ સુરતી છે.

જનસેવાની કૌટુંબિક પરંપરાને મૂર્તિમંત કરતા તેમના પિતા શ્રી રમેશચંદ્ર પચ્ચીગર પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે તેમજ ટાઉન પ્લાનીંગ કમીટીના ચેરમેન તરીકે ૧૯૭૫ થી ૧૯૭૯ સુઘી સેવા આપી છે. તેમની માતા કુસુમબેન પચ્ચીગર પણ પ્રખ્યાત સમાજસેવિકા હતા.

સુરતની માટીના સપૂત એવા શ્રી રૂપીન પચ્ચીગરે પોતાની બહુઆયામી પ્રતિભાથી શિક્ષણ, ઉદ્યોગ, વાણિજ્ય, વેપાર, સમાજકલ્યાણ તેમજ કલા વિગેરે વૈવિધ્યસભર ક્ષેત્રોમાં પોતાનું આગવું યોગદાન આપ્યું છે. આ અમૂલ્ય ફાળા બદલ તેઓને દિવ્યભાસ્કર દૈનિક દ્વારા સમર્થ ગુજરાતી’  નું અલભ્ય બિરૂદ પણ આપવામાં આવ્યું છે. દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા પ્રસિઘ્ઘ થયેલ ગુજરાત ૧૦૦ પાવર’ પુસ્તકમાં તેમનો સમર્થ ગુજરાતી’ તરીકે સમાવેશ પણ થયો છે.

છેલ્લા ૪૦ વર્ષથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પોતાની વ્યવસાયિક સેવા સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં તેઓ આપી રહયાં છે. સી.એ. ઉપરાંત તેઓએ બી.કોમ. અને એલએલ.બી. ની ડીગ્રીઓ પણ હાંસલ કરેલ છે.    

Total Page Visits: 561 - Today Page Visits: 3