ચેરમેન – સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી (એસ.ઈ.એસ)

સતત ૧૦૦ વર્ષથી સુરતની જનતાની સેવા કરી રહેલ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, સુરત શહેર જ નહીં સમગ્ર ગુજરાતની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા છે. શ્રી રૂપીન પચ્ચીગરે ૨૦ વર્ષ સુઘી, આ સંસ્થામાં ફાઈનાન્સ કમીટીના ચેરમેન, વાઈસ ચેરમેન તેમજ ૨૦૦૭ થી ૨૦૦૯ ચેરમેન તરીકે સેવા આપી હતી.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી ૧૫ કોલેજો, ૧૯ શાળાઓ, ૨ રીસર્ચ ઈન્સ્ટીટયુટ તેમજ સંગીતશાળા, દ્વારા લગભગ ૩૫,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને સમાવી, નર્સરીથી અનુસ્નાતક સુઘીનું શિક્ષણ પુરૂ પાડે છે.

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી-ચેરમેનના નેજા હેઠળ ચાલતી સંસ્થાઓની યાદી :

 

કોલેજો :

૧.      એમ.ટી.બી. આર્ટસ કોલેજ

૨.      સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ

૩.      સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ

૪.      વી. ટી. ચોકસી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન

૫.      વી. ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ

૬.      સુરત પીપલ્સ બેંક ઈંગ્લીશ મીડીયમ કોલેજ ઓફ કોમર્સ

૭.      સાર્વજનિક કોલેજ ઓફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી

૮.      શ્રી રામક્રિષ્ણ ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઈડ સાયન્સીસ

૯.      શ્રીમતી શારદારાની રમેશચંદ્ર લુથરા ઈન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ

૧૦.     બી.આર.સી.એમ. કોલેજ ઓફ બીઝનેસ એડમીનીસ્ટ્રેશન

૧૧.     ટાઈફેક-કોર-સેન્ટર, સ્કેટ (એમ.એસસી. એન્વાર્યનમેન્ટ કોર્ષ)

૧૨.     સાર્વજનિક પી.ટી.સી. કોલેજ

૧૩.     સાર્વજનિક ઈવનીંગ કોમર્સ કોલેજ

૧૪.     આર્કીટેકટ કોલેજ

૧૫.    સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મીંગ આર્ટસ

પ્રાથમિક શાળાઓ :

૧.      ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ

૨.      વી.ટી. ચોકસી હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલ

૩.      શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગલ્સ¶

૪.      જી. એન્ડ જી. વી. કડીવાળા એન્ડ એમ. વી. બુનકી સાર્વજનિક હાઈસ્કૂલ

૫.      ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય

૬.      રાવ સાહેબ જે.શી. મુન્શી સાર્વજનિક પ્રાયમરી સ્કૂલ

૭.      શ્રીમતી રૂ.સી.મા. પુણાવાલા સાર્વજનિક એક્ષપેરિમેન્ટલ સ્કૂલ

૮.      શ્રી ચંદુલાલ સી. શાહ સાર્વજનિક ઈંગ્લીશ સ્કૂલ

૯.      સનફલાવર પ્રાયમરી સ્કૂલ

૧૦.     સનફલાવર પ્રિપ્રાયમરી સ્કૂલ

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ :

૧.      ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલ

૨.      વી.ટી. ચોકસી હરિપુરા સાર્વજનિક હાઈસ્કૂલ

૩.      શ્રીમતી ક.લ.શ. ખાંડવાળા સાર્વજનિક હાઈસ્કૂલ ફોર ગલ્સ¶

૪.      જી. એન્ડ જી. વી. કડીવાળા એન્ડ એમ. વી. બુનકી સાર્વજનિક હાઈસ્કૂલ

૫.      ટી. એન્ડ ટી.વી. સાર્વજનિક વિદ્યાલય

૬.      એન. જી. ઝવેરી જૈન હાઈસ્કૂલ

૭.      શ્રીમતી રૂ.સી.મા. પુણાવાલા સાર્વજનિક એક્ષપેરિમેન્ટલ સ્કૂલ

૮.      શ્રી ચંદુલાલ સી. શાહ સાર્વજનિક ઈંગ્લીશ સ્કૂલ

૯.      સનફલાવર હાઈસ્કૂલ

રીસર્ચ ઈન્સ્ટીટયુટ :

૧.      ચુનીલાલ ગાંઘી વિદ્યાભવન

૨.      ટાઈફેક-કોર સેન્ટર

સંગીત શાળા :

૧.      પંડિત ઓમકારનાથ ઠાકુર સંગીત વિદ્યાલય

SES ના ચેરમેન તરીકેના તેમના કાર્યકાળમાં શરૂ થયેલ નવા પ્રોજેકટો :

  • ગુજરાત રાજ્યનાં તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે શ્રી રામક્રિષ્ણ ઈન્સ્ટીટયુટ ઓફ કોમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઈડ સાયન્સીસ – માઈક્રો બાયોલોજી કોલેજના નવા મકાનનું ઉદ્દઘાટન થયું.
  • ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમો માટેની ઈવનીંગ કોમર્સ કોલેજ શરૂ થઈ, જે દક્ષિણ ગુજરાતની પહેલી અને એક માત્ર ઈવનીંગ કોલેજ છે.
  • ગુજરાત સરકારના સહયોગ અને અનુમતિ દ્વારા એમ.ટી.બી. આર્ટસ કોલેજમાં ફોરેન એન્ડ ઈંગ્લીશ લેંગ્વેજ લેબોરેટરી શરૂ કરવામાં આવી. જેનું ઉદ્દઘાટન તત્કાલીન માનનીય આરોગ્ય અને પ્રવાસન મંત્રીશ્રી જયનારાયણ વ્યાસને શુભહસ્તે થયું.
  • સેન્ટર ફોર ટીચર્સ એજ્યુકેશન – એજ્યુકેશન કોલેજના નવા ઓડીટોરીયમ બીલ્ડીંગનું ઉદ્દઘાટન તત્કાલીન માનનીય શિક્ષણમંત્રીશ્રી રમણલાલ વોરાના હસ્તે થયું.
  • સ્પોર્ટસ એકેડેમી ની શરૂઆત થઈ.
  • ઈન્ટર કોલેજ સ્પોર્ટસ ટુર્નામેન્ટ શરૂ થઈ.
  • ડિસ્લેસ્કીયા કન્સલટન્સી સેન્ટર શરૂ કરવામાં આવ્યું.
  • સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત તમામે તમામ કોલેજોની લાઈબ્રેરીઓને કમ્પ્યુટર નેટવર્ક દ્વારા જોડી તેમાં રખાયેલ તમામ દુર્લભ પુસ્તકોની ઉપલબ્ઘિ સરળ બનાવી…. ઉપરાંત આ જ્ઞાનના ભંડારોને સુરતની આમજનતા માટે ખુલ્લા મુકી દીઘા.
  • સાર્વજનિક એન્થમની રચના થઈ.
  • શિક્ષણને સરળ બનાવવાના અભિયાનના ભાગરૂપે પ્રાથમિક શાળાઓના ૧ થી ૭ ઘોરણની કવિતાઓનું સ્વરાંકન કરી, તે કવિતાઓની સીડી વિદ્યાર્થીઓને વહેંચવામાં આવી. તેમજ નાટક દ્વારા વિજ્ઞાનના પાઠો શિખવવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો.
  • શ્રેષ્ઠ શિક્ષક શ્રેષ્ઠ પ્રોફેસર તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ સાથે શિક્ષકદિનની ઉજવણીની શરૂઆત થઈ.
  • સોસાયટી સંચાલિત શાળાઓના શિક્ષકો માટેનો CCC – કમ્પ્યુટર ટ્રેનીંગનું આયોજન થયું.
  • સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ત્રિમાસિક મુખપત્ર ‘સાર્વજનિકન’ પ્રકાશિત થયા.
Total Page Visits: 407 - Today Page Visits: 3